Los Angeles

વિનોદભાઈ એસ. ઠક્કર

આદરણીય જ્ઞાતિબંધુઓ,
"સૌને જય જલારામ"
દરેક સમાજની અત્યારની સાંપ્રત સમસ્યા એટલે દિકરા/દિકરીના સગપણનો મુંઝવતો પ્રશ્ન... અને તેના નિરાકરણ માટે દરેક સમાજ ચિંતિત છે. આપણા સમાજના સ્નાતક અને અનુસ્નાતક અવિવાહીત દિકરા/દિકરીના સગપણ માટે સંસ્થા દ્વારા અમદાવાદ ખાતે પરિચય મેળો યોજવામાં આવ્યો. સમાજ દ્વારા ભારે પ્રતિસાદ સાંપડ્યો. ભવિષ્યમાં આવા પરિચયમેળાનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવશે.આ અગાઉ સંસ્થા દ્વારા અત્યારના સગપણની સમસ્યાને હળવી કરવા સમાજના પ્રતિષ્ઠિત નાગરિકોની ૨૫ સભ્યની એક 'ટીમ મેરેજબ્યુરો' બનાવવામાં આવી અને વ્હોટ્સએપ દ્વારા બાયોડેટા આપ/લે ની શરૂઆત કરી. જે આજે પણ ચાલુ છે. સંસ્થા દ્વારા અત્યારનું કૉમ્યુનિકેશનના માધ્યમને ધ્યાનમાં રાખી એક અદ્યતન વેબસાઈટ મોબાઈલ એપ્લિકેશન સાથે બનાવી જેનાથી સમગ્ર વિશ્વના કોઈ પણ ખૂણે બેઠેલા રઘુવંશી સમાજના દિકરા/દિકરી કે તેના માતા-પિતા એકબીજાના બાયોડેટા ને જોઈ શકે,મેચ કરી શકે. આ રીતે આપણે મોડર્ન જમાનાના સમય સાથે તાલ મિલાવી રહ્યા છીએ. ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજન અમદાવાદના રસ ધરાવતાં સભ્યો દ્વારા ટીમ મેરેજબ્યુરો ની રચના કરી.એમના અથાગ પ્રયત્નોના કારણે આ રઘુવંશી હસ્તમેળાપ. કોમ વેબસાઈટ નું આયોજન શક્ય બન્યું છે ત્યારે ટીમ મેરેજબ્યુરોના કન્વીનરશ્રી મુકેશભાઈ ઠક્કર તથા તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન સાથે ધન્યવાદ. વેબસાઈટ બનાવવા માટે શ્રી હાર્દિક ઠક્કરે ખૂબ જ સાથ સહકાર આપ્યો તે બદલ હું તેનો આભાર માનું છું. આયોજન માટે જે જ્ઞાતિબંધુઓએ આર્થિક સહયોગ આપ્યો છે તેમનો ખૂબ ખૂબ આભાર. આ વેબસાઈટ ભવિષ્યમાં આપણા સમાજના દરેક પરિવારને ઉપયોગી થશે અને સમાજના દિકરા/દિકરીઓના સગપણની સમસ્યા હળવી થાય તેવી જલારામ બાપાને પ્રાર્થના સહ... સૌને જય જલારામ.


લિ.વિનોદભાઈ એસ. ઠક્કર
પ્રમુખશ્રી, ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજન. - અમદાવાદ

ખાસ નૉંધ

આ વેબસાઇટ ઉતર ગુજરાત દેશી લોહાણા મહાજન તથા અન્ય રઘુવંશી સમાજના દીકરા તથા દીકરી ને પસંદગી સારી રીતે મળી શકે તેના માટે બનાવવામા આવી છે. આ વેબસાઇટ નો કોઈ દુરઉપયોગ કરે તો ઉતર ગુજરાત દેશી લોહાણા મહાજન કે કોઇ હોદેદાર જવાબદાર રહેશે નહી. આ વેબસાઈટ નો દુરઉપયોગ કરનાર ની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Simplify your search in 4 easy steps

1

Sign Up

Register & complete your profile to get started! Register Now for FREE!

2

Search & connect

Browse through millions of profiles & Share your interest with preferred matches.

3

Interact & Chat

Find out more about your preferred profiles. Interact and chat with the active users.

4

Meet & Marry

Get ready to start a new journey. Meet & Marry the most compatible partner.

Just Joined

UGDLM APPS

"Access quick & simple search, instant updates and a great user experience on your phone. Download our apps which are the best rated in online matrimony segment.

આદરણિય જ્ઞાતિબંધુઓ,
જય જલારામ,
આ વેબસાઈટ બનાવવા નીચે પ્રમાણે ના મહાનુભાવોએ આર્થિક સહયોગ આપેલ છે

  • શેઠશ્રી સોમચંદભાઈ લવજીભાઈ ઠક્કર
  • શેઠશ્રી રઘુરામભાઈ શિવરામભાઈ ઠક્કર
  • શેઠશ્રી હીરાલાલ પિતામ્બરભાઈ ઠક્કર
  • શેઠશ્રી અમૃતલાલ શંકરલાલ ઠક્કર
  • શેઠશ્રી વલ્લભભાઈ પ્રગજીભાઈ ઠક્કર
  • શેઠશ્રી નારણલાલ ગણપતરામ ઠક્કર
  • શેઠશ્રી હરિલાલ ભગવાનદાસ ઠક્કર
  • શેઠશ્રી શાંતિલાલ કરમસીભાઈ તન્ના
  • શેઠશ્રી મુકેશભાઈ ફરસુભાઈ ઠક્કર
  • શેઠશ્રી હસમુખભાઈ મનસુખભાઇ ઠક્કર
  • આમ્રપાલી પરિવાર
  • શેઠશ્રી તેજારામ પરસોત્તમદાસ ઠક્કર
  • શેઠશ્રી કાંતિલાલ જગજીવનદાસ ઠક્કર
  • શેઠશ્રી ધીરજલાલ રસિકલાલ ઠક્કર
  • શેઠશ્રી જલારામભાઈ કે ઠક્કર
  • શેઠશ્રી રસિકલાલ ઈશ્વરભાઈ ઠક્કર
  • શેઠશ્રી ડો કનુભાઈ મણિલાલ ઠક્કર
  • શેઠશ્રી રમેશભાઈ અમૃતલાલ ઠક્કર(સરપંચ)
  • શેઠશ્રી વિપુલકુમાર વ્રજલાલ ઠક્કર
  • શ્રી નિરુબેન હર્ષદભાઈ ઠક્કર


આ તમામ સહયોગીઓ નો સમાજ વતી અમે આભાર માનીએ છીએ.
પ્રમુખશ્રી વિનોદભાઈ. એસ ઠક્કર ,
મંત્રીશ્રી હરિલાલ ટી ઠક્કર ,
મંત્રીશ્રી હર્ષદરાય એચ ઠક્કર
કન્વીનર શ્રી મુકેશભાઈ અેન. ઠક્કર
ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજન અમદાવાદ